શું તમારા શરીર પર ચરબીના થર જામી ગયા છે તો બધા કામ મૂકી આ લેખ જરૂરથી વાંચજો....
વાત જ્યારે પણ વજન ઘટાડવાની હોય ત્યારે અનેક લોકો એ વાત પર પણ ધ્યાન આપતા હોય છે કે તેઓ શું ખાઈ રહ્યાં છે. જો તમે પણ વજન ઘટાડવા માટે ડાયટ લેતા હોવ તો યાદ રાખો કે સ્વસ્થ રીતે વજન ઓછું કરવામાં સમય લાગી શકે છે. એ વાત પર પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જો તમે વર્ક લાઈફમાં બેલેન્સ બનાવવામાં સક્ષમ નહીં હોવ અને લાંબા સમય સુધી ખુરશી પર બેસશો તો વજન વધી શકે છે. એ વાત સમજવી જરૂરી છે કે તમારા દ્વારા ઉઠાવવામાં આવેલું એક નાની અમથી સારી બાબત જીવનશૈલીમાં ઘણું જ મોટું યોગદાન આપે છે. વજન ઘટાડવા તમારે જીવનમાં થોડા ફેરફાર કરવા જરૂરી છે. શરીર પરની ચરબીના થર ઉતારવામાં આ બાબતો તમને મદદ કરશે. આજે અમે એવો જ નાનકડો ઉપયોગ બતાવીશું, જે વજન ઉતારવામાં મદદ કરશે.
રોજ સવારે પીઓ આ પાણી, થશો એકદમ પાતળા
ચરબીને ઝડપથી ઓગાળે છે, ખાલી પેટે એક ગ્લાસ પીધેલું હૂંફાળું પાણી. સાથે આ ફાયદા પણ થાય છે.પાણીના ફાયદા તો આપણે બધા જાણીએ છે, પરંતુ સવારે ખાલી પેટ પાણી પીવાથી ઘણી બીમારીઓથી છૂટકારો મળશે. તેનાથી ડીહાઈડ્રેશનથી બચી શકાય છે. જાણો ખાલી પેટ પાણી પીવાના ફાયદા.
ઘણી વખત ખોરાક લેવાથી લોહીમાં રસાયણિક તત્વ ભળી જાય છે, જેનાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. તેવામાં સવારે ખાલી પેટ પાણી પીવાથી ફાયદો થઈ શકે છે. તમારા પેટમાં જેટલા પણ ખરાબ ફેટ સેલ્સ બનતા હોય તે બહાર નીકળી જાય છે. જેને ટોક્સિન કે ઝેરીલા પદાર્થ પણ કહેવામાં આવે છે.
સવારે પાણી પીવાથી ચામડીમાં નિખાર અને ચમક આવે છે. ચામડીના પોર્સ સુધી પાણી પહોંચવાથી ચામડી ટાઈટ થાય છે અને એન્ટી-એજિંગનું કામ કરે છે.
સવારે ખાલી પેટ પાણી પીવાથી માંસ પેશીો મજબૂત થાય છે અને તેમાં નવી કોશિકાઓ બને છે.
સવારે ખાલી પેટ પાણી પીવાથી દિવસભર કરેલું ભોજન શરીરને સરળતાથી મળે છે. તેમજ પચાવવામાં મદદ કરે છે. સવારે ખાલી પાણી પીવાથી ચરબી ઓગાળવામાં પણ મદદ મળશે.સવારે ખાલી પેટ પાણઈ પીવાથી લોહી સાફ થાય છે અને પેટની ગંદકી દૂર થાય છે. લિવરનું સાફ થવું ઘણું જરૂરી છે. તેથી સવારે ખાલી પેટ પાણી પીવાથી પેટમાંરાતભર બનેલા ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે.
તદ્ઉપરાંત બીજી બધી રીતે પણ આપણે પાણી પીય ને ચરબી ઓગાળી શકાય છે.
આદુનું પાણી : આદુ સ્વાસ્થ્ય માટે ઘણું જ ફાયદાકારક છે. એક કપ આદુની ચા તથા પાણી તમારી તબિયતને સારી કરવામાં મદદ કરી શકે છે. જો તમે કેલરીના ડરથી મનગમતું ફૂડ નથી ખાઈ શકતા તો તમે ડેઈલી રૂટીનમાં એક કપ આદુનું પાણી પીવો. શરદી-ખાસીમાં તથા પાચનક્રિયામાં આદુ ઘણું જ ફાયદાકારક છે. આદુમાં શોગોલ તથા જિંજરોલ નામનું તત્વ હોય છે. જ્યારે તમે આદુ ખાવ ત્યારે બંને તત્વો જૈવિક ગતિવિધિઓને તેજ કરે છે. આદુના એન્ટીઓક્સિડેન્ટ ગુણ મુક્ત કણથી લડે છે અને સોજાને રોકે છે.
લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે : રિસર્ચમાં સામે આવ્યું છે કે વધુ વજન ધરાવતા લોકો આદુવાળું પાણી પીવે તો લાંબા સમય સુધી પેટ ભરેલું છે, તેમ લાગે છે. જેને કારણે ભૂખ લાગતી નથી. આટલું જ નહીં આદુના સેવનથી બીપી કંટ્રોલમાં રહે છે.
પચવામાં સરળતા રહે : સવારે ઊઠીને આદુવાળું પાણી પીવાથી તમારી મેટાબોલિઝમમાં સુધારો થાય છે અને પાચનતંત્ર સારું રહે છે.
આ વાત યાદ રાખો : યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરના મતે, પુખ્તવયના લોકોએ દિવસમાં ચાર ગ્રામથી વધુ આદુ ખાવું જોઈએ નહીં. બે વર્ષ સુધીના બાળકોને આદુ ના આપવું. આ ઉપરાંત પ્રેગ્નન્ટ મહિલાઓએ પ્રતિ દિવસ 1 ગ્રામથી વધુ આદુ લેવું જોઈએ નહીં.



0 Comments