એક રહસ્યમય ભૂતિયા ટ્રેન!! નિર્જીવ હોવા છતાં પણ ટ્રેન આજે પણ જીવંત!! ચાલો જાણીયે શું છે આખી ઘટના...

એક રહસ્યમય ભૂતિયા ટ્રેન!! નિર્જીવ હોવા છતાં પણ ટ્રેન આજે પણ જીવંત!! ચાલો જાણીયે શું છે આખી ઘટના...



માણસમાં કોઈ આત્માનો પ્રવેશ અથવા કોઈ ઘર માં કોઈ દુષ્ટ આત્મા નો પ્રભાવ પડે એવી ઘણી ઘટનાઓ તમે લોકો એ જોઈ અને સાંભળી જ હશે એનાથી આપણા શરીર માં એક અલગ જ ગભરામણ નો અનુભવ થાય પણ કેવું થાય જયારે કોઈ નિર્જીવ ટ્રેન જ આખી ઘોસ્ટ અથવા તો પ્રેત બની જાય!!.. ચાલી જાણીયે એવીજ એક ભૂતિયા ટ્રેન વિશે..

હા, મિત્રો તમે સાચું સાંભળ્યું છે એક એવી ટ્રેન કે જે નિર્જીવ હોવા છતાં પણ જીવંત છે લોકો એ ટ્રેન ને જોઈને એવીજ રીતે ડરે છે કે જાણે એમને કોઈ ભૂત કે પિશાચ જોઈ લીધું હોય આ ટ્રેન ઘોસ્ટ ટ્રેન તારીખે ઓળખાય છે.
આ ટ્રેન દેખાવાની ઘણી ઘટનાઓ સામે આવી છે જોવા વાળાઓ નું કહેવું એવું છે કે આ ટ્રેન ક્યાંથી આવીને ક્યાં ચાલી જાય એની ખબર જ નથી પડતી.. ઘણા લોકો એને ભૂતિયા ટ્રેન છે એવું માને છે ઘણા નું એવું માનવું છે કે આ કોઈક ટાઈમ ટ્રાવેલ મશીન છે જે સમય માં આગળ પાછળ ચાલી રહી છે. ચાલો મિત્રો જાણીયે આ ટ્રેન વિશે..

14 જૂન,1911 ના રોજ 106 પેસેન્જરને લઈને ઝનેટી નામની 3 ડબ્બા વાળી ટ્રેન રોમથી નજીક માં હિલસ્ટેશન જવા માટે નીકળી. તેમાં સફર કરવા વાળા લોકો ને એ ખબર ન હતી કે એ જે સફર પર નીકળી રહ્યા છે એ સફર ની કોઈ મંજિલ નથી એ સફર ક્યારેય પુરી થાય એવી નથી.

ટ્રેનને એ હિલસ્ટેશન પર જવા માટે એક 1 કિમિ લાંબી ટર્નલની અંદરથી નીકળવાનું હતું પણ આશ્ચર્યની વાત એ હતી કે  ટ્રેન એ ટર્નલ ની અંદર તો ગઈ પણ ટર્નલના બીજા છેડેથી ક્યારેય બહાર નથી નીકળી. રેલવે ડિપાર્ટમેન્ટ અને ત્યાંની પોલીસ બંને જ ટર્નલ ની અંદર જઈને જોયું કે ટ્રેન ખરાબ તો નથી થઈ ને ત્યાં એમને કંઈક અલગ જ જોવા મળ્યું ત્યાં ટ્રેન પણ ન હતી અને કોઈ મુસાફર પણ ના જોવા મળ્યા. આ ઘટના સાંભળીને બધાજ લોકો સ્તબ્ધ થઈ ગયા કે આટલી મોટી ટ્રેન અને 106 મુસાફર ગયા ક્યાં?? આ સવાલ આજે પણ અંકબંધ છે.

આ ટ્રેન ગાયબ થઈ એ રહસ્ય જ હતું ત્યાં રોમન રેલવે ડીપાર્ટમેન્ટ પાસે 2 જણ આવ્યા એમનું કહેવું એવું હતું કે એ બંને જે ટ્રેન ગાયબ થાય છે એ ટ્રેનના જ મુસાફર હતા. એ ટ્રેન ટર્નલમાં પ્રવેશે એની પેલા જ એ બંને એ ટ્રેન પરથી કૂદી ગયા હતા કેમ કે એમને કંઈક અજાણયું જ ઘટિત થાય રહ્યું હોય એવું લાગ્યું એમને ટ્રેનના આગળના છેડા પાસે સફેદ ધુમાળાનું એક ફુગ્ગા જેવું દેખાયુ હતું. આ બંનેની આ વાતના લીધે આ રહસ્ય સુલટવાની જગ્યાએ વધુ ઊંડું જતું ગયું. પછી રોમન રેલવે એ સાવધાની રાખીને એ ટર્નલને બંને બાજુ થી બંધ કરી દીધી જે હજુ પણ બંધ છે.

1996 માં ટ્રેનના પેસેન્જરમાંથી કોઈ એક પેસેન્જરના પરિવારજનને આર્કાઇવ રેકોર્ડમાં એક એવો રિપોર્ટ મળ્યો જે જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા, એ રિપોર્ટ અનુસાર 1845 માં મેક્સિકોના એક પાગલખાનામાં 104 લોકોને ભરતી કરવામાં આવ્યા હતા. એ બધાનું કહેવું એવું હતું કે એ બધા ઇટાલિયન છે અને એ લોકો રોમથી આવ્યા છે એ લોકો ની ઘટના અને ઝનેટી ટ્રેનની ઘટના એકબીજા સાથે હૂબહૂ મેળ ખાતી હતી. આશ્ચર્યની વાત તો એ હતી કે રોમ અને મેક્સિકો વચ્ચે નું અંતર 10,234 કિમિ છે એમની વચ્ચે મોટો વિશાળકાય સમુંદ્ર છે ભલા કોઈ ટ્રેન કઈ રીતે પાણીમાં આટલા કિમિનું અંતર કાપીને મેક્સિકો કઈ રીતે પહોંચી શકે. આ 104 મુસાફરોની વાત સાચી છે કે કેમ તે ચકાસવા માટે રોમથી મેક્સિકો જેટલા જહાજો આવ્યા હતા એની લિસ્ટ ચકાસવામાં આવી પરંતુ એમાં આ 104 મુસાફરોમાંથી કોઈનું નામ ન હતું. હવે જાણવાનું એ રહ્યું કે એક સાથે એક જ ભાષા બોલતા 104 લોકો આવ્યા કઈ રીતે? એ મુસાફરો માંથી એક મુસાફરની પાસે સિગારેટ નું એક બોક્સ પણ હતું એમાં કંપનીના નામની ઉપર 1907 લખેલું હતું તો એની પાસે આ બોક્સ આવ્યું કઈ રીતે? આ બોક્ક્ષ મેક્સિકો સરકારે જપ્ત કરી રાખ્યું છે.

છેલ્લે કહીયે તો એટલુંજ કે આ મિસ્ટરીયસ ટ્રેન એ ટર્નલ માંથી ક્યાં ગાયબ થઈ ગઈ? આ સવાલ આજે પણ અંકબંધ છે. પરંતુ આ ઘોસ્ટ ટ્રેનને ઘણી વાર રશિયા, જર્મની, ઇટલી અને રોમાનિયાની ઘણી જગ્યાએ જોવામાં આવી છે. જે લોકોએ આ ટ્રેનને જોઈ  છે એ લોકોના વાત પ્રમાણે આ ટ્રેન 1911 માં ગાયબ થયેલી ટ્રેન જ હતી. આ ટ્રેન અચાનક જ એમની સામે પ્રગટ થતી અને થોઠીક જ ક્ષણો માં ગાયબ થઈ જતી હતી.

1951 માં પોલટાવામાં આ ટ્રેન ને જોવામાં આવી ત્યારે ત્યાં હાજર એક પેરાનોર્મલ ઇન્વેસ્ટકેટર એ ટ્રેનમાં ચડી ગયો અને હંમેશા હંમેશા માટે ગાયબ થાય ગયો આજે પણ લોકો એને શોધી રહ્યા છે.
આ એક ભૂતિયા ટ્રેન છે કે પછી આ ટ્રેન સમયલૂપમાં ફસાઈને સમય માં આગળ પાછળ ચાલ્યા કરે છે? આ સવાલ હજુ પણ અંકબંધ છે.

ચાલો મળીયે કોઈ આવીજ રહસ્યમય ઘટનાઓ સાથે.....

Post a Comment

0 Comments