ZOOM પર પ્રતિબંધ? જાણો કઈ મોટી કંપનીઓ એ ZOOM પર પ્રતિબંધ કર્યો...

ZOOM પર પ્રતિબંધ? જાણો કઈ મોટી કંપનીઓ એ ZOOM પર પ્રતિબંધ કર્યો...


COVID-19 ના કારણે જે લોકડાઉન કરવામાં આવ્યું તેના લીધે બધીજ મોટી મોટી કંપનીઓ એ ઘરે બેસીને કામ કરવાનો વારો આવ્યો હતો..  પરંતુ તેમની બિઝનેસ મીટિંગ્સ માટે તેમને વિડિઓ કોન્ફરન્સ એપલીકેશન ZOOM નો સહારો લેવો પડ્યો હતો.. અને..
આજ કારણે ZOOM એ વધુ પ્રમાણ માં લોકપ્રિય બની ગઈ હતી. થોડાક જ સમય માં આ એપ્લિકેશન બીજા બધા મેસસૅન્જર કરતા પણ આગળ નીકળી ગઈ હતી.

વધતી જતી લોકપ્રિયતા અને વધતા જતા વપરાશકર્તા ના લીધે કંપની વધુ ઝડપથી આગળ વધી પરંતુ આ એમની સેક્યુરીટી પોલિસી માં ખામીના લીધે અત્યારે ઘણી મોટી મોટી કંપનીઓ ZOOM પર પ્રતિબંધ લગાવી રહી છે. ZOOM એ હેકર્સ ને સીધું કમ્પ્યુટર ઍક્સેસ કરવાની મંજૂરી આપી દે છે.

વપરાશકર્તા ઓ ના ઇમેઇલ અને ફોટોસ લીક થયા છે.  ZOOM પર થતા કોલ પણ end-to-end encrypted નથી થતા.
આ સુરક્ષા ભૂલોએ કેટલીક સંસ્થાઓ, કંપનીઓ, સરકારો, સરકારી એજન્સીઓ અને શાળાઓને ઝૂમ પર પ્રતિબંધ મૂકવા અથવા તેના ઉપયોગને પ્રતિબંધિત કરવાની ફરજ પડી છે.

  • મોટી મોટી કંપની ઓ જેવી કે GOOGLE, SPACEX, Philippines-based ISP એ તેના કર્મચારીઓ પર ZOOM ના વપરાશ પર પ્રતિબંધ લગાવ્યો છે.
  • તાઇવાન જેવા દેશ એ પણ ZOOM પર પ્રતિબંધ લગાવ્યો છે.
  • NASA એ પણ ZOOM પર પ્રતિબંધ લગાવ્યો છે.
  • GERMANY ના વિદેશ મંત્રાલયે ફક્ત કટોકટીની પરિસ્થિતિઓમાં વ્યક્તિગત કમ્પ્યુટર પર ZOOM ના ઉપયોગને પ્રતિબંધિત કર્યા છે.
  • US ની SENATE દ્વારા તેના સભ્યોને સુરક્ષાની ચિંતાને લીધે ઝૂમ સિવાયના પ્લેટફોર્મ પસંદ કરવા વિનંતી કરવામાં આવી છે, પરંતુ સ્પષ્ટ પ્રતિબંધ જારી કર્યો નથી.
  • નેવાડામાં ક્લાર્ક કાઉન્ટીની જાહેર શાળાઓએ બધા શાળા કમ્પ્યુટર પર ZOOM બંધ કર્યું છે..
  • NEW YORK ના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે શિક્ષકોને ઝૂમનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને માઇક્રોસોફ્ટ ટીમ્સ નો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.


Post a Comment

0 Comments