રાત્રે 9 વાગ્યે 9 મિનિટ દિવા સળગાવવા પાછળ શું કારણ છે?

રાત્રે 9 વાગ્યે 9 મિનિટ દિવા સળગાવવા પાછળ શું કારણ છે? ચાલો જાણીયે વિજ્ઞાન અને જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ 5 એપ્રિલ રાત્રે 9 વાગ્યે 9 મિનિટ ઘર ની બધીજ લાઈટ બંધ કરીને દિવા કે મીણબત્તી સળગાવવી અથવા મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટ કરવી એવી વિનંતી કરી છે. હવે આપણે એની પાછળ જ્યોતિષશાસ્ત્ર શું કહે છે એ જાણીએ....

એક જ્યોતિષ નું કહેવું એવું છે કે દીપ પ્રગટાવવા થી પ્રકાશ ફેલાશે અને એના લીધે મંગલ અને ચંદ્ર મજબૂત થશે. રાત્રે દીપ પ્રગટાવવામાં આવશે ત્યારે ચંદ્ર ને પણ તાકાત મળશે. ચંદ્ર સિંહ રાશિ માં હોવાથી તે વધુ બળવત્તર થશે અને કાલસર્પયોગ ની સ્થિતિ પણ છે. ચંદ્ર મજબૂત થવાથી આ બધીજ સ્થિતિઓ નો અંત આવશે અને લોકો માનસિક શાંત થશે તથા વિરોધ અને વિદ્રોહનું વાતાવરણ પણ શાંત થશે..


રાત્રે 9 વાગ્યે 9 મિનિટ દિવા પ્રગટાવવાથી મંગલ પણ મજબૂત થશે.. મંગલ મજબૂત થવાથી વિલપાવર અને રોગપ્રતિકારક શક્તિ વધશે અને કોઈ પણ જાતની મુશ્કેલી નો સામનો કરવાની માનસિકતા વધશે..

જ્યોતિષશાસ્ત્ર એવું કહે છે કે મોબાઈલની ફ્લેશ લાઈટ ના સ્થાને આપણે દિવા પ્રગટાવવાને જ પ્રાધાન્ય આપવું જોઈએ કેમ કે મોબાઈલ એ એક ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તે રાહુ નું પ્રતીક છે એટલે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દિવા પ્રગટાવવાને જ પ્રાધાન્ય આપવું જોઈએ..

Post a Comment

0 Comments